આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની બેઠકને માત્ર 5 દિવસ જ થયા છે, કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશમાં 60,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માગણી સ્વીકારી છે. ચંદ્રબાબુ નાયડુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા અને રાજ્યમાં રિફાઈનરી સ્થાપવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે. કારણ કે કેન્દ્ર સરકારમાં TDPની સાથે JDUની પણ મહત્ત્વની ભૂમિકા છે.