નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સવારે 11 કલાકે મોદી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજુ કરશે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે મોદી સરકારના આ બજેટમાં ખેડૂતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવી શકે છે. સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ પણ શરૂ કરી શકે છે. એક દિવસ અગાઉ એટલે કે ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કરાયું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણને ઉપલા ગૃહ રાજ્યસભામાં રજુ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણમાં વર્ષ 2019-20 માટે વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર સાત ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે તૈયાર કર્યું હતું.