કેન્દ્રીય નાણામંત્રી 1લી ફેબ્રુઆરીએ એટલે કે આવતી કાલે નાણા બજેટ રજૂ કરશે. જેના પર સૌ કોઈની નજર રહેશે. ત્યારે અમે મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેટલીક માહિતી આપને આપી રહ્યા છીએ.
કે આ વખતે બજેટમાં રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોર આપવામાં આવશે. માનવામાં આવે છે કે રેલવેમાં મોટુ નિવેશ પણ થઇ શકે છે, કારણ કે રેલવેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકકરણ કરવુ જરૂરિયાત બની ગઇ છે. જણાવી દઈએ કે અગાઉ રેલવે મંત્રી પિયુષ ગોયલ કહી ચૂક્યા છે કે, કરોડો યાત્રીઓને ધ્યાનમાં રાખીને વિશ્વસ્તરીય સુવિધા આપવામાં આવે તે દિશામાં સરકાર કામ કરવા ઈચ્છે છે.
પ્રાઇવેટ ટ્રેનો આવી શકે છે, 100 રેલ રૂટો પર દોઢસો ટ્રેનોને પ્રાઇવેટાઇઝેશન કરવાની તૈયારી છે, આનો બજેટમાં દિશાનિર્દેશ થઇ શકે છે. પૂર્વીય અને પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેટ કૉરિડૉર પર ઝડપથી કામ થઇ રહ્યુ છે. સરકાર ડીએફસી માટે એક્શન લઇ શકે છે.
રેલવે માટે 100 ટકા વિદ્યુતિકરણ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે, આ કામ લગભગ 2024 સુધી રેલવેમાં થઇ શકે છે. આ માટે બજેટમાં મોટી જોગવાઇઓ પણ થઇ શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે બજેટમાં સરકાર દેશમાં રોજગાર વધારવા માટે મહત્વની જાહેરાત કરી શકે છે.
વધુ રોજગાર આપવા પર કંપનીઓને ઇન્સેન્ટિવ્સની જોગવાઈ પણ હોઈ શકે છે. આ સિવાય મેન્યુફેક્ચિરિંગ સેક્ટરની મહિલાઓ માટે ખાસ ટ્રેનિંગની જાહેરાત થઈ શકે છે.
મીડિયા સૂત્રો મુજબ દેશમાં નવા રોજગાર ઉભા કરવા માટે સરકાર એજન્સીઓને વધુ સબસિડી આપવાનો પ્રસ્તાવ બજેટમાં લાવી શકે છે. જ્યારે બીજી તરફ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર વાળી એજન્સીઓને સરકાર આર્થિક મદદ કરે એવો પ્રસ્તાવ પણ બજેટમાં સામેલ થઈ શકે છે. સૂત્રો પ્રમાણે, કેન્દ્ર સરકારે આ અંગે વિચારણા કરી રહી છે કે જો કોઈ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર 70 ટકાથી વધુ પ્લેસમેન્ટ કરાવવામાં સફળ થાય તો તે માટે એવા સેન્ટરને સબસિડી આપવામાં આવે. આ રીતે બજેટમાં સ્કિલ ટ્રેનિંગ સેન્ટરને પ્રદર્શન પ્લસમેન્ટ સાથે જોડવામાં આવી શકે છે.
પ્રોવિડન્ટ ફંડમાં એમ્પ્લોયરના યોગદાનની મર્યાદામાં વધારાની પણ જાહેરાત કરી શકે છે. ઉપરાંત, પીએમઆરપીવાયની મર્યાદા આગામી 3 વર્ષ માટે વધુ લંબાવી શકે છે.