જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ મોદી સરકાર હવે અહીં મોટું પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. આજે મોદી કેબિનેટની બેઠક થવા જઈ રહી છે. કહેવાય છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના હાલાતને સામાન્ય કરવા પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનની સતત ધમકીઓ અને સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડીને અશાંતિ ફેલાવવાની કોશિશ અંગે આવી રહેલા ગુપ્તચર અહેવાલોને ધ્યાનમાં રાખીને પણ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક પણ થશે.