PM મોદીના નેતૃત્વમાં મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં રેલવે બોર્ડના પુનર્ગઠનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં હવે આઠની જગ્યાએ અધ્યક્ષ સહિત પાંચ સભ્યો રહેશે. અલગ-અલગ કેડરને ભેગા કરીને માત્ર એક કેડર બનાવવામાં આવશે. જેનુ નામ ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (Indian Railways Management System, IRMS) હશે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, ગ્રુપ-Aની 8 સેવાઓને ઇન્ડિયન મેનેજમેન્ટ સર્વિસમાં એકીકૃત કરવામાં આવી છે. જેમાં રેલવેની કાર્યક્ષમતા વધશે, નિર્ણય લેવામાં ઝડપ, ઓર્ગેનાઇઝેશનનું સુઘડ સ્વરુપ, નોકરશાહો પર નિયંત્રણ વગેરે મામલાઓમાં સરળતા રહેશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણયથી કર્મચારીઓ ડિપાર્ટમેન્ટથી ઉપર વિચારી શકશે, જૂથવાદને ખતમ કરી શકાશે. આ નિર્ણય પર તમામની સંમતિ લેવામાં આવી છે અને એની સાનૂકુળ અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે.