વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. પોતાની આક્રમક કાર્યશૈલીને કારણે તેઓ ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. બીજીવાર સત્તામાં પાછા ફર્યાના બે જ મહિનામાં તેમની લોકપ્રિયતા દેશના અન્ય દિગ્ગજ નેતાઓને મુકાબલે ખૂબ આગળ નીકળી ગઇ છે. સમાચાર ચેનલ આજતક અને કાર્વી ઇનસાઇટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ નરેન્દ્ર મોદી ભારતીય ઇતિહાસના સૌથી વધુ લોકપ્રિય નેતા બની રહ્યા છે. તેમણે આ રેસમાં ઇન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. વડા પ્રધાન મોદી લોકપ્રિયતાની રેસમાં ૩૭ ટકા મત મેળવીને ખૂબ આગળ નીકળી ગયા છે. લોખંડી મહિલા ઉપનામથી જાણીતા બનેલા ઇન્દિરા ગાંધી બીજા સ્થાને છે. તેમને ૧૪ ટકા મત મળ્યા છે. ત્રીજા સ્થાન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી રહ્યા છે. તેમને ૧૧ ટકા મત મળ્યા છે. દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલા નહેરુ આ યાદીમાં ચોથા ક્રમે છે.