વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિક્સ બેઠક વચ્ચે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર વણઉકલ્યા મુદ્દાઓ પર ભારતની ચિંતા પર પ્રકાશ પાડયો હતો તેમ ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં બંને નેતા વાસ્તવિક નિયંત્રણ રેખા પરના વિવાદોનો ઝડપથી ઉકેલ લાવવા તેમના અધિકારીઓને નિર્દેશ આપવા સંમત થયા હતા તેમ વિદેશ સચિવે ઉમેર્યું હતું. ભારત અને ચીન વચ્ચે મે ૨૦૨૦થી ચાર દાયકાના સૌથી ખરાબ ઘર્ષણ વચ્ચે વડાપ્રધાન મોદી અને શી જિનપિંગે ગુરુવારે પહેલી વખત વાતચીત કરી હતી.