કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના નિર્વાણ દિને વાયનાડમાં જાહેર રેલીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આ રેલીમાં જણાવ્યું કે નાથૂરામ ગોડસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા એકસમાન છે. આ બન્નેની વિચારધારામાં કોઈ અંતર નથી. મોદીમાં હિંમત નથી કે તેઓ જણાવી શકે કે તેમને ગોડસેમાં વિશ્વાસ છે. સભા પહેલા રાહુલે વાયનાડના કલપેટામાં CAA વિરુદ્ધ બે કિલોમીટર લાંબી ‘બંધારણ બચાવો’ માર્ચ પણ યોજી હતી.