વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં સીએમ નિવાસે ડિનર પાર્ટીમાં ભાજપના નેતૃત્વને ટિપ્સ આપી. તેમણે ગુજરાત ભાજપને મતભેદ દુર કરી 150 બેઠક જીતવાનો ટાર્ગેટ આપ્યો. મોદીએ કહ્યું કે જે જગ્યાએ જરુર પડે ત્યાં ઉમેદવાર બદલજો અને જરુરી હોય ત્યાં મારી સભા ગોઠવજો. તેમને ચૂંટાયેલા સભ્યોને હવે ગાંધીનગરમાં રહેવાના બદલે મત વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કરવાની સૂચના પણ આપી.