ટેસ્લાના ફાઉન્ડર અને સીઈઓ એલન મસ્કે બુધવારે અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન એલન મસ્કે ભારતના વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે, તે પણ પીએમ મોદીના ફેન છે, જે ભારત માટે સારુ કરવા માગે છે.
ન્યૂયોર્કમાં પીએમ મોદી સાથેની આ બેઠક બાદ એલન મસ્કે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતીય પ્રધાનમંત્રી હકીકતમાં ભારતની ખૂબ ચિંતા કરે છે અને ટેસ્લાને દેશમાં મહત્વપૂર્ણ રોકાણ માટે પ્રેરણા આપી રહ્યા છે.