PM મોદી ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન આજે વડાપ્રધાન મોદીએ મહેસાણામાં 3092 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. બાદમાં પીએમ મોદીએ જનસભા સંબોધી.
પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યુ કે આજે મોઢેરા માટે મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જા ફેલાઈ છે. વીજળી,પાણી, રોડ, રેલ, ડેરી, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી રોજગારીની નવી તકો ઊભી થશે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે અને સમગ્ર પ્રદેશમાં પ્રવાસન સંબંધિત સુવિધાઓનુ પણ વિસ્તરણ કરશે.
મોઢેરા સોલાર પાવર્ડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. આ ગુજરાતની શક્તિ છે, જે આજે મોઢેરામાં દેખાઈ રહી છે. તેઓ ગુજરાતના ખૂણે ખૂણે હાજર છે. આક્રમણકારોએ મોઢેરાના સૂર્ય મંદિરને નષ્ટ કરવા, તેને માટીમાં ભેળવવા માટે શું કર્યું તે કોણ ભૂલી શકે. જે મોઢેરા પર વિવિધ અત્યાચારો થયા, તે મોઢેરા હવે તેની પૌરાણિક કથા તેમજ આધુનિકતા માટે વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યું છે.