ગુજરાતને ઘમરોળ્યા પછી ખતરનાક વાવાઝોડું બિપરજોય છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરે રાજસ્થાન તરફ આગળ વધતાં લગભગ સમગ્ર રાજ્યમાં મધ્યથી ભારે વરસાદ નોંધાયો છે. માઉન્ટ આબુમાં ૨૧૦ મી.મી. થરપારકરનાં રણમાં આવેલા બારમેરનાં સેદવામાં ૧૩૬ મીમી, ૧૩૫મીમી માઉન્ટ આબુ તહેસીલમાં વરસાદ થયો છે. જ્યારે થરપારકર રણની દક્ષિણ પૂર્વ રહેલાં જાલોર ગઢ વિસ્તારનાં રાણીવાડામાં ૧૧૦મીમી, ચુરૂનાં બીદાસરીયામાં ૭૬ મીમી, રેઓદારમાં ૬૮ મીમી, સાંચોરમાં ૫૯ મીમી, પીંડવાડામાં ૫૭ મીમી વર્ષા થઇ છે.