5 જાન્યુઆરીએ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા (અમરાપુર)ની કોલેજિયન યુવતીની લટકતી લાશ મળી આવી હતી. આ મામલે 4 શખ્સ સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. યુવતીની ગઈકાલે અંતિમવિધિ કરાઈ હતી. ત્યારે તેના હત્યારા અને દુષ્કર્મીઓને સજા કરાવવા માટે અરવલ્લી, અમદાવાદ અને સાબરકાંઠામાં કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઈ છે. ત્યારે બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે આજે આ અંગે ટ્વીટ કરીને લખ્યું કે, "19 વર્ષીય યુવતીનું અપહરણ, ગેંગ રેપ, મર્ડર અને ઝાડ પર લટકાવી દીધી. તે કયા ધર્મની હતી તે ભૂલી જાવ. તેની જ્ઞાતિ પણ ભૂલો. માત્ર એટલું યાદ રાખો કે તે એક યુવાન છોકરી જેને તેની આખી જિંદગી માટે સપના અને આકાંક્ષાઓ હતી. ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો."