જમ્મુ અને કાશ્મીરના પંચ અને સરપંચના પ્રતિનિધિમંડળે મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી અને એ મુલાકાત વખતે તેમણે પંચ-સરપંચોને ખાતરી આપી હતી કે આગામી ૧૫થી ૨૦ દિવસમાં મોબાઇલની સેવા શરૂ કરી દેવામાં આવશે. હાલમાં કાશ્મીરમાં ૯૫ ટેલિફોન એક્સચેંજ પૈકી ૭૬માં લેન્ડલાઇન સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી એ દિવસથી રાજ્યમાં મોબાઇલ સર્વિસ, ઇન્ટરનેટ, બીએસએનએલની બ્રોડબેન્ડ અને પ્રાઇવેટ લીઝ લાઇનની ઇન્ટરનેટ સેવા રદ કરી દેવામાં આવી હતી. આના પગલે રાજ્યમાં રહેતા લોકો દેશ-વિદેશમાં રહેતા તેમના સ્વજનો સાથે સંપર્ક કરી શકતા નથી. આ માટે સરકારે પબ્લિક ફોન બૂથ ખોલ્યાં છે પણ ત્યાં લાંબી લાઈનો લાગેલી હોય છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે આ મુદ્દે બ્રસેલ્સના એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે આતંકીઓ કાશ્મીરમાં તેમના માસ્ટર્સનો સંપર્ક કરી ના શકે એ માટે આમ કરવામાં આવ્યું હતું.