આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં નવી સરકાર માટે મતદાન ચાલી રહ્યું છે. પાડોશી દેશમાં સામાન્ય ચૂંટણી માટે ચાલી રહેલા મતદાન વચ્ચે સમગ્ર દેશમાં મોબાઈલ સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીના દિવસે આવા પ્રતિબંધોના કારણે ઈમરાન ખાન સહિત વિપક્ષી પાર્ટીઓ રોષ ઠાલવી રહ્યા છે. વિપક્ષે તેને ડિજિટલ સેન્સરશિપ ગણાવી છે.
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અદિયાલા જેલમાંથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. તેમના સિવાય પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહી, અવામી મુસ્લિમ લીગના વડા શેખ રાશિદ અને પૂર્વ સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ મેઈલ દ્વારા મતદાન કર્યું છે.