કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે હવે કાશ્મીરમાં કોઈ પ્રતિબંધ નથી. સમગ્ર વિશ્વમાં જમ્મુ-કાશ્મીર ને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ-370ને દૂર કરવાના ભારતના નિર્ણયનું સમર્થન મળ્યું છે.
શાહે જણાવ્યું કે ' વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર માટે લીધેલો નિર્ણય જમ્મુ-કાશ્મીરને આગામી 5-7 વર્ષમાં દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવશે. તેમણે જમ્મુ-કાશ્મીર વિશે થઈ રહેલા કુપ્રચારની ટીકા પણ કરી હતી.
શાહે રાષ્ટ્રીય સુરક્ષા પર આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું, ' ક્યાં પ્રતિબંધ છે? પ્રતિબંધ ફક્ત તમારા માનસમાં છે. ફક્ત દુષ્પ્રચાર થઈ રહ્યો છે. કાશ્મીરમાં માં 196 પોલીસ મથકોની હદમાંથી કર્ફ્યૂ હટાવી લીધો છે. ફક્ત આઠ પોલીસ મથકોની હદમાં 144ની કલમ લાગુ છે.' આ કલમ અતંર્ગત પાંથી વધુ લોકો એકઠા થઈ શકતા નથી.