રાજ ઠાકરેની ગુડી પડવાની રેલીમાંથી પરત ફરી રહેલા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ રસ્તામાં ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા હતા. બોયસરથી પાછા ફરી રહેલા લોકોએ પુના જિલ્લાના કેટલાક પ્રતિષ્ઠિત વેપારીઓના ગુજરાતી જાહેરાતના બોર્ડ તોડી પાડ્યા હતા. મનસેના કાર્યકરોએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 ઉપર લગાવાયેલા 6 હોટલોના સાઈન બોર્ડ તોડી પાડ્યા હતા કારણ કે તે ગુજરાતીમાં લખેલા હતા.