ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પહેલી વખત ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરશે. ધારાસભ્યો સાથે મળીને એક બીજાને રંગીને ધૂળેટીનો ઉત્સવ મનાવશે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બનશે.
વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને પરિસરમાં ધૂળેટી રમવા માટે પરવાનગી આપી દીધી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક બીજા પર રંગ નાંખીને રંગોત્સવ મનાવશે. રંગોત્સવની ઉજવણી માટે 100 કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્યાં છે. કેસૂડાના રંગે રંગાઈને ધારાસભ્યો પરિસરમાં ધૂળેટીનો તહેવાર મનાવશે.