ગાંધીનગરમાં હાલંમાં યોજાઈ રહેલા વિધાનસભાના સત્રમાં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પહેરવેશને લઈને ધમાસાણ મચ્યું હતું. સોમનાથના ધારાસભ્ય અને કૉંગ્રેસના યુવા નેતા વિમલ ચુડાસમા વિધાનસભામાં 'free spirit' લખેલું બ્લેક કલરનુ રાઉન્ડ નેક ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાનમાં આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તેવું ટી-શર્ટ પહેરીને આવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, વિમલ ચુડાસમાએ પોતાનો પહેરવેશ યોગ્ય હોવાનું ટાક્યું હતું.