દલિતોના વિરોધ વચ્ચે પણ ભાજપે પોતાના ધારાસભ્યો અને સાંસદોને રાજ્યભરમાં જ્યાં પણ બાબા સાહેબની પ્રતિમાઓ છે ત્યાં જઈને ફૂલહાર કરવાની સૂચના આપી દેવાઈ છે. અમદાવાદના સારંગપુર ખાતે આવેલી ડૉ.આંબેડકરની પ્રતિમા પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મોડી રાતથી જ ગોઠવી દેવાયો હતો. અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ સોશિયલ મીડિયા પર શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ભાજપના નેતાઓનો આકરો વિરોધ - સૂત્રોચ્ચાર કરવાના છે. પરંતુ તેમની સાથે ઝપાઝપી કરવાની નથી કે કોઈનો ઝભ્ભો પણ ફાડવાનો નથી.