ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાત પોલીસને એક વ્હોટસએપ ગ્રુપની વાતચીતનો હવાલો આપીને શંકા વ્યક્ત કરી છે તે તેમનું એન્કાઉન્ટર થઈ શકે તેમ છે. તેમણે કહ્યું કે આ એક ગંભીર બાબત છે. બે પોલીસ ઉચ્ચ અધિકારી મારા એન્કાઉન્ટર અંગે નિર્દેશ કરે છે. જિગ્નેશ મેવાણીએ આ અંગે રાજ્યના પોલીસ વડા, ગૃહમંત્રી અને ગૃહ સચિવને ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.