Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાઇકમાન્ડથી નારાજ હોવાની ચર્ચાઓ વચ્ચે ગોવિંદ પટેલે પોતે નારાજ ન હોવાનો ખુલાસો કર્યો હતો. ગોવિંદ પટેલે દાવો કર્યો હતો કે હું 50 વર્ષથી રાજકારણમાં છું અને જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલો છું. જે વાત થઇ રહી છે તે અનઅધિકૃત અને પાયા વિહોણી છે. ગોવિંદ પટેલે એવું પણ ઉમેર્યુ હતુ કે વિજય રૂપાણી સીએમ બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી અને ગાંધીનગરથી મારા બિસ્ત્રા પોટલા સંકેલી લીધા હતા.

જેથી ખોટા સમાચાર વેહતા કરનારને હું શોધી રહ્યો છું. જે પણ કંઈ છું તે પાર્ટીના કારણે જ છું. ગઈકાલે મતદાનમાં અમે ત્રણ ધારાસભ્ય 10 વાગ્યા સુધી વિજય રૂપાણી સાથે જ હતા અને 50 વર્ષમાં અનેક ચડાવ-ઉતાર જોયેલા છે. મહત્વનું છે કે ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત આ બીજી વખત વહેતી થઇ છે. આ અગાઉ જિલ્લા કલેક્ટર ઓફિસમાં કામ ન થવાને કારણે પણ ગોવિંદ પટેલ  નારાજ હોવાની વાત વહેતી થઇ હતી.ત્યારે હાઇકમાન્ડના દબાણથી ગોવિંદ પટેલે સ્પષ્ટતા કરી કે પછી અન્ય કોઇ કારણ તે સૌથી મોટો સવાલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ