નર્મદા જિલ્લામાં કેન્દ્રીય મહિલામંત્રી સ્મૃતિ ઇરાનીનાં આગમન પૂર્વે જ આંગણવાડી કેન્દ્રમાંથી સડેલુ અનાજ ઝડપાયું હતું. કોઠી ગામની પ્રાથમિક શાળઆમાં મધ્યાહ્યન ભોજન માટેની ચણામાં જીવાતો નિકળી છે. જે આંગણવાડીની સ્મૃતિ ઈરાની મુલાકાત લેવાનાં હતાં અને કઠોળ તેમજ શાકભાજી વિતરણ કરવાનાં હતાં એ શાળામાં રખાયેલા જથ્થામાંથી જ જીવાતો નિકળી છે. જવાબદાર અધિકારીઓ એક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે.