-
મોદી સરકારે ગુજરાત સહિતની વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટેના કેન્દ્રીય બોર્ડના અધ્યક્ષ તરીકે ભિકૂ રામજી ઇદાતેની સાથે સભ્યો તરીકે ગુજરાતમાંથી સુશ્રી મિતલ પટેલ અને ઓટારામ દેવાસીની 3 વર્ષ માટે નિમણૂંક કરી છે.સુશ્રી મિતલ પટેલ વિચરતા સમુદાય સમર્થન મંચ-VSSM નામની સંસ્થા ચલાવે છે. 2006થી શરૂ થયેલી આ સંસ્થા 2010માં એક સંગઠન તરીકે જાણીતી બની છે. વિચરતી અને વિમુક્ત જાતિઓના બાળકો અને મહિલાઓને સારી શિક્ષણ અને સારી આરોગ્ય સેવાઓ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. આ સમુદાયના બાળકોને ભણવાના અધિકાર માટે કાળજી લે છે. સમગ્ર સમાજને મૂળભૂત બંધારણિય અધિકારો મળે તે માટે પણ પ્રયત્નશીલ છે. તેમને રહેવા માટે મકાન અને બાળકેને ભણવા માટે શાળા સહિત રોજગારી માટે પણ વિવિધ એજન્સીઓ સાથે મળીને પાયાનું કામ કરી રહી છે. ગુજરાતમાં 9 જિલ્લામાં 47 તાલુકામાં આ સંસ્થાની સામાજિક પ્રવૃતિઓ વિસ્તરેલી છે. અને કુલ 22163 પરિવારોને લાભ મળે છે.