કોરોના વાઈરસના સંકટના કારણે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ છે. લૉકડાઉનના કારણે વિમાન સેવા ઠપ્પ છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા હવે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત યુનાઈટેડ અરબ અમિરાત (UAE)થી ભારતીયોને લઈને આવેલા બે વિમાનોનું કેરળમાં લેન્ડિંગ થયું છે. આ વિમાનો દ્વારા 363 ભારતીયોની વતન વાપસી થઈ છે.
આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટર પર જણાવ્યું કે, “મિશન વંદે ભારત”ની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ બે ફ્લાઈટ ભારતીયોને UAEથી લઈને આવી ચૂકી છે.
પુરીના જણાવ્યા પ્રમાણે, 181 મુસાફરો સાથે પ્રથમ ફ્લાઈટ અબુધાબીથી કોચ્ચિમાં લેન્ડ કરી છે. જેમાં 177 મુસાફરો સાથે 4 બાળકો સામેલ છે. જ્યારે 182 મુસાફરો સાથે બીજી ફ્લાઈટ દુબઈના કોઝિકોડ પહોંચી હતી. જેમાં 177 મુસાફરોની સાથે 5 બાળકો પણ સામેલ છે. હવે રાજ્ય સરકાર તેમના માટે 14 દિવસના ક્વારેન્ટાઈનની વ્યવસ્થા કરશે.