આદિત્ય L1 સૂર્ય તરફ તેના પગલાં ભરી રહ્યું છે. તેણે ત્રીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે આદિત્ય L-1 296 km x 71767 km ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ઈસરોએ બપોરે 2.30 વાગ્યે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ISROએ X પર માહિતી આપી હતી કે, ISTRAC બેંગલુરુમાંથી ત્રીજુ અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.આ ઓપરેશન દરમિયાન ISTRAC/ISROના મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેર ખાતે ગ્રાઉન્ડ સ્ટેશનોએ ઉપગ્રહ પર નજર રાખી હતી. હવે આદિત્ય L-1 296 km x 71767 km ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.