બોલીવુડ અભિનેતા સની દેઓલની દમદાર એક્ટિંગના કારણે તેના કરોડો ચાહકો છે. પરંતુ પંજાબમાં ફરી એક વખત તેમના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં સની દેઓલને શોધી લાવનાર માટે 50 હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. જોકે, આ પહેલી વખત નથી કે, સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા હોય. સની દેઓલ ગુરદાસપુર-પઠાણકોટ લોકસભા બેઠક પરથી બીજેપી સાંસદ છે