ગુજરાતમાં આ વખતે મેઘરાજા મોડે મોડેથી એન્ટ્રી મારી. તો પણ બરાબરના રિઝ્યા નહીં. રાજ્યમાં ચોમાસાની રમઝટ જ જોવા ના મળી. ખેડૂતો હજીયે વરસાદ ઝંખી રહ્યાં છે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને બાદ કરતા લગભગ વરસાદની અછત વર્તાઈ છે. તેમાં પણ કચ્છ તો રીતસરનું કોરું ધાકોર જ રહી ગયું. કંઈક અંશે આવી સ્થિતિ ઉત્તર ગુજરાતની પણ છે. ત્યારે ચોમાસું વિદાય લે તેવા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની સિઝનનો સરેરાશ 76.16 % વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 53.46 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં સૌથી ઓછો 4.33 ઈંચ વરસાદ પડ્યો છે.
જોકે સૌરાષ્ટ્રને મેઘરાજાએ તરબોળ કર્યું હતું. પરંતુ મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ખેંચ છે. જગતનો તાત હજી વરસાદ ઝંખી રહ્યો છે ત્યાં સોમાસું તો વિદાય લેવાની તૈયારીમાં છે. ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શક્યતા છે. પરિણામે રાજ્યના લોકો, પશુપાલકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.