કાફે કોફી- ડેનાં સ્થાપક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ બુધવારે વહેલી સવારે નેત્રાવતી નદીના કિનારેથી મળી આવ્યો હતો. તેઓ સોમવાર સાંજથી લાપતા હતા. ભારતમાં કોફી કિંગ તરીકે જાણીતા ૬૦ વર્ષનાં સિદ્ધાર્થે સોમવારે સાંજે બેંગ્લુરૂથી તેમનાં ડ્રાઇવરને કાર મેંગ્લુરૂ લઈ જવા કહ્યું હતું. રસ્તામાં નેત્રાવતી નદીનાં પુલ પર ચાલવા જવાનું કહ્યા પછી તેઓ લાપતા થયા હતા. પોલીસ અને એનડીઆરએફ તેમજ કોસ્ટગાર્ડની ટીમે ૩૬ કલાક ભારે શોધખોળ ચલાવ્યા પછી તેમનો મૃતદેહ નદી કિનારેથી મળ્યો હોવાનું મેંગ્લુરૂ પોલીસે જણાવ્યું હતું. મૃતદેહની ઓળખવિધિ કરાયા પછી પોસ્ટમોર્ટમ માટે તેને વેનલોક હોસ્પિટલ લઈ જવાયો હતો. કાનૂની વિધિ પછી તે પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેમનાં અંતિમસંસ્કાર ચિક્કમગલૂરુમાં કરવામાં આવ્યા હતા. તે વખતે સસરા એસ. એમ. કૃષ્ણા અને પરિવારનાં સભ્યો તેમજ કર્ણાટકનાં સીએમ યેદીયુરપ્પા અને અન્ય રાજકારણીઓ હાજર રહ્યા હતા. મૃતક સિદ્ધાર્થ કર્ણાટકનાં પૂર્વ સીએમ એસ એમ કૃષ્ણાનાં જમાઈ હતા. મેંગ્લુરૂનાં પોલીસ કમિશનર સંદીપ પાટિલે કહ્યું હતું કે બુધવારે વહેલી સવારે ૬.૩૦ કલાકે સિદ્ધાર્થનો મૃતદેહ હૌજ બજાર નજીક નદી કિનારેથી મળ્યો હતો. પોલીસ વડાએ કહ્યું હતું કે આખી ઘટનાની તેઓ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે અને ખૂટતી કડીઓ મેળવી રહ્યા છે.