-
રામ રાખે તેને કોણ ચાખે કહેવતની જેમ રશિયામાં મેગ્નીટોગોરસ્કે નામના શહેરમાં ધડાકા સાથે કેટલીક ઇમારતો કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. બચાવ ટુકડી કોઇ જીવિત હોય તેને શોધી રહી હતી. અને કલાકો વીતી ગયા હતા. છેવટે 35 કલાક પછી કાટમાળ ખસેડતાં ખસેડતાં નીચેથી બાળકના રડવાનો અવાજ સંભળાયો ત્યારે બચાવ ટુકડીના સભ્યો પર નવા વર્ષના વધામણાં જેવો આનંદ ઝલકાયો હતો અને ફટાફટ કાટમાળ ખસેડ્યો ત્યારે અંદાજે 10 મહિનાનો નવજાત બાળક જીવિત હતો. તેને એક રીતે ચમત્કાર જ કહી શકાય. 25 ઇમારતો તૂટી પડી હતી અને 9 લોકો માર્યા ગયા છે. આ બાળકે જોઇને સૌ કોઇ આનંદિત થયા હતા.