ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચી દીધો છે. મીરાબાઈએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ મેળવ્યો છે. આ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનની વેઈટલિફ્ટર જિયાંગ હુઈહુઆએ 206 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત અન્ય એક ચાઈનીઝ વેઈટલિફ્ટર હોઉ ઝિહુઈએ 198 કિલો વજન ઉપાડીને પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. ઝિહુઈ 49 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક ચેમ્પિયન છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.