વિનેશ ફોગાટના પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર થયા બાદ બુધવારે ભારતને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ માત્ર 1 કિલોગ્રામના માર્જિનથી મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. ચાનુએ મહિલાઓની 49 કિગ્રા વેઇટલિફ્ટિંગની ફાઇનલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.