-
ભાવનગર નજીક રંઘોળા પુલ પરથી જાનૈયાઓ સાથેની ટ્રક નીચે પડી જતાં 30 નિર્દોષ લોકોના મોત અને સંખ્યાંબંધ ઘાયલ અને ઘાયલોને ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા છે અને લોહીની જરૂર છે એવો માનવતાનો સાદ સોશ્યલ મિડિયામાં પડતાં જ ભાવનગરમાં સૌ કોઇ મુશ્કેલની આ ઘડીમાં ઇજાગ્રસ્તોની પડખે ઉભા રહ્યાં હતા. લોહીનો રંગ લાલ જ હોય.તેમાં નાત-જાત કે કોમ કોમના કોઇ વાડાબંધી હોતી નથી. માનવતાનો સાદ પડતા જ લઘુમતિ સમાજના યુવાનો ખાસ કરીને મદરેસાના યુવાનો પણ રક્તદાન માટે દોડી આવ્યાં હતા. અને રક્તદાન કરીને ઇજાગ્રસ્તો સત્વરે સાજા થઇ જાય તેવી દુઆ પણ કરી હતી. એક અંદાજ પ્રમાણે ઇજાગ્રસ્તો માટે 334 બોટલ લોહી એકત્ર થયું હતું. સંકટની આવી ઘડીમાં રક્તદાન માટે દોડી આવનારાઓને સલામ.....