દક્ષિણ ગુજરાતના અનેક ભાગમાં આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. તાપી સહિતના જિલ્લાના અનેક ભાગમાં ભૂકંપના હળવા આંચકા વ્યારા, ઉચ્છલ, મઢી સુધી અનુભવાયા હતા. અંદાજે દસ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને લોકો ઘર અને દુકાનોમાંથી બહાર નિકળી આવ્યા હતા. જોકે કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયું નથી.