-
યુપીના બરેલી શહેરમાં બદાયું રોડ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ઓક્સીજન માસ્ક સાથે આઇસીયુમાં સારવાર લેતી સગીરાને બેહોંશના ઇન્જેક્શન આપીને કંપાઉન્ડર સહિત પાંચ કર્મચારીઓએ દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ સગીરાએ કરતાં ભારે સનસનાટી મચી ગઇ હતી. કોઇ ઝેરી કીડો કરડતાં તેની સારવાર માટે 16 વર્ષિય સગીરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. વેન્ટીલેટર પર રખાયા બાદ તેની તબિયત સુધરતા માત્ર ઓક્સીજન માસ્ક પર હતી. સગીરાની ફરિયાદ પ્રમાણે હોસ્પિટલના જ પાંચ કર્મચારીઓએ માસ્ક હોવા છતાં તેની આંખો પર પટ્ટી બાંધીને બેહોશીના ઇન્જેક્શન આપ્યા અને પાંચેય જણાએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ગેંગરેપ બાદ માસ્ક હોવાથી તે બોલી શક્તી નહોતી. પણ માસ્ક દૂર કર્યા બાદ તેણે પોતાની દાદીને આ વાત કરી અને તરત જ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો. સ્થાનિક ધારાસભ્ય રાજેશ મિશ્રની દરમ્યાનગીરીથી ત્યારબાદ પોલીસ કેસ કરાયો હતો. જો કે પોલીસે હજુ કોઇની ધરપકડ કરી નથી અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે.