માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર એકાઉન્ટ પરથી 'ગ્રેટ જોબ'ની ટ્વિટ (Great Jobs) સતત થઈ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકાઉન્ટનું નામ આપોઆપ બદલાઈ ગયું છે. પ્લેટફોર્મ પર નવું નામ 'એલન મસ્ક' (Elon Musk) થઇ ગયુ હતુ. નોંધનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) એકાઉન્ટ પણ હેક થયાના સમાચાર સામે આવ્યા હતા.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે
જોકે, થોડા સમયમાં જ મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, એકાઉન્ટ ફરીથી ફિક્સ કરી દેવામાં આવ્યું છે. હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી લિંકના જવાબમાં ગ્રેટ જોબ પણ લખવામાં આવ્યું હતું.