Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વમાં મંકીપોક્સના વધતાં જતાં કેસને પગલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંકીપોક્સના મેનેજમેન્ટ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ દિશા-નિર્દેશ અનુસાર, વિદેશથી આવેલા લોકોએ બીમાર લોકોની સાથે નજીદીકી સંપર્ક ટાળવો જોઇએ. ઉપરાંત મૃત કે જીવિત પ્રાણીઓ અને અન્ય લોકોના સંપર્કમાં આવતાં બચવું જોઇએ.
ગઇકાલે ગુરુવારે કેરળમાં એક મંકીપોક્સ સંક્રમિત કેસ સામે આવ્યો હતો, તેઓ વિદેશથી આવ્યા હતા. મંત્રાલયે ગાઇડલાઇનમાં કહ્યું કે, જો તમારા શરીરમાં મંકીપોક્સના લક્ષણ દેખાય, શરીર પર ફોલડીઓ નીકળે અથવા મંકીપોક્સના કેસ સામે આવ્યા હોય તેવી જગ્યાએથી તમે પરત ફરો તો તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જઇને ડોક્ટરની સલાહ લેવી જોઇએ. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મંકીપોક્સ એક વાયરલ જૂનોટિક બીમારી છે, જેમાં ચેચક જેવા લક્ષણ હોય છે. મંકીપોક્સ વાયરસ ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ આફ્રીકામાં જોવા મળે છે. પ્રથમ મંકીપોક્સનો કેસ 2003માં સામે આવ્યો હતો.
દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળમાં સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્થિતિનો સામનો કરવા અધિકારીઓને સહયોગ આપવા બુધવારે રાજ્યમાં એક ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી હતી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે (veena george) જણાવ્યું હતું કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિને લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના સેમ્પલ એકત્ર કરીને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, તે વ્યક્તિ ત્રણ દિવસ પહેલા જ યુએઈથી યાત્રા કરીને ભારત આવ્યો હતો. ભારત પરત ફર્યા પછી તેમાં મંકીપોક્સ બિમારીના લક્ષણ જોવા મળ્યા હતા. તે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.ૉ
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ