સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે કોરોના વાયરસના કેસ હવે 7.5 દિવસમાં ડબલ થઇ રહ્યા છે. જ્યારે લૉકડાઉનથી પહેલા લગભગ 3.4 દિવસોમાં કેસની સંખ્યા ડબલ થઇ રહી હતી. 18 રાજ્યોમાં વધારે સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું કે, ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1553 કેસ નોંધાયા અને 36 લોકોના મોત થયા. જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 17,265 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 543 લોકોના મોત થયા છે અને 2547 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. તેઓએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થ થવાનો દર 14.75 ટકા છે.