દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી સુષ્મા સ્વરાજ ભવનમાં આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી. સવારે 10.00 વાગે શરૂ થયેલી બેઠક રાત્રે 9.30 કલાક સુધી યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપરાંત મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને તમામ મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદનોથી બચવા અને વધુ પડતું ન બોલવાની સલાહ આપી હતી. વડાપ્રધાને મંત્રીપરિષદના તમામ સભ્યોને કહ્યું કે, ‘સમજી વિચારીને બોલજો. ડીપ ફેકથી પણ સાવધાન રહેશે. જો બોલવું છે તો સરકારની યોજનાઓ પર બોલજો, પરંતુ વિવાદાસ્પદ નિવેદનો કરવાથી બચીને રહેજો. મેં મારા કેબિનેટમાં સામેલ રાજ્યસભા સાંસદોને આગામી લોકસભા ચૂંટણી લડવા માટે કહ્યું હતું.’