બિહારમાં બે દિવસથી રાજકીય ઉથલ પાથલ થઇ રહી છે. ગઇકાલે JDU (જનતા દળ યુનાઈટેડ)માંથી હાંકી કઢાયેલા બિહરના ઉદ્યોગમંત્રી શ્યામ રઝક આજે (સોમવારે) RJD (રાષ્ટ્રીય જનતા દળ)માં સામેલ થઇ ગયા. તે સાથે CM નીતીશકુમાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં 99 ટકા નેતા નીતીશકુમારથી નારાજ છે.
RJD નેતા અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફ્રન્સ કરી શ્યામ રઝકને રાજદમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે રઝકે બદલાયેલા સૂરમાં કહ્યું કે, ”JDUએ બંધારણ તોડ્યું છે, પાર્ટીમાં 99 ટકા નેતા નીતીશકુમારથી નારાજ છે. પરંતુ તેઓ કેઇ નિર્ણય લઇ શકતા નથી. મને બીજાની ખબર નથી પરંતુ હું રાજદમાં સામેલ થઇ રહ્યો છું.”