અમદાવાદમાં રવિવારે સિંધી સમાજના ચેટીચંદની ઉજવણીના કાર્યક્રમમાં સિંધી સમાજના ઝૂલેલાલ ભગવાનની મૂર્તિ મંત્રીઓ અને મેયરના પગ પાસે મુકેલી જોવા મળી હતી. 18 માર્ચે અમદાવાદમાં ચેટીચંદની શોભાયાત્રા શરૂ થાય તે અગાઉ એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ડૉ.વલ્લભ કાકડિયા અને અમદાવાદના મેયર ગૌતમ શાહ મંચ પર વિરાજમાન હતા. તેમની પાછળ સિંધી સમાજનાં અગ્રણી તથા ગુજરાત સરકારનાં પૂર્વ મહિલામંત્રી ડૉ.નિર્મલાબેન વાધવાણી પણ બેઠાં હતાં. તે સમયે આ મહાનુભાવોને સ્મૃતિરૂપે આપવામાં આવેલી સિંધીઓના ભગવાન ઝુલેલાલની મૂર્તિ મંત્રી કાકડિયાના પગ પાસે મુકેલી તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરથી સિંધી સમાજમાં આક્રોશની લાગણી વ્યાપી છે. સિંધી સમાજના અગ્રણીઓએ મંત્રી વલ્લભભાઈ તથા મેયર ગૌતમ શાહ સામે નારાજગી વ્યક્ત કરી છે.