કૃષિ સુધારા યોજનાના ટીકાકારો પર પ્રહાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગુરુવારે લોકસભામાં પસાર કરાયેલા ૩ કૃષિ ખરડાના વિરોધીઓ જુઠ્ઠાણા ફેલાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા કૃષિ ખરડા ખેડૂતોના શ્રેષ્ઠ હિતમાં છે. વડા પ્રધાન મોદીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર લઘુતમ ટેકાના ભાવે જ કૃષિ ઊપજો ખરીદવાનું ચાલુ રાખશે. સંસદમાં રજૂ કરાયેલા કૃષિ ખરડા ઐતિહાસિક છે. વચેટિયાઓ વતી થઈ વિપક્ષો દ્વારા થઈ રહેલા દુષ્પ્રચાર સામે ખેડૂતો સાવધ રહે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, અત્યાર સુધી વચેટિયા ખેડૂતોના નફાનો મોટો હિસ્સો ખાઈ જતા હતા. નવા કાયદા ખેડૂતોના હિતોની સુરક્ષા કરી કવચ પૂરું પાડશે. કેટલીક પાર્ટીઓ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે દેશ પર દાયકાઓ સુધી રાજ કરનારી પાર્ટીઓ હવે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. વિરોધ કરનારી પાર્ટીઓએ જ તેમના ચૂંટણી ઢંઢેરામાં આ કૃષિ સુધારા સૂચવ્યા હતા પરંતુ હવે વિરોધ કરી રહ્યાં છે.