દિલ્હીમાં પ્રદૂષણમાં તીવ્ર વધારો થવાના કારણે રાજ્ય સરકારે મિની લોકડાઉન લાગુ કર્યું છે. રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી અને હવાની ગુણવત્તા સતત બીજા દિવસે 'ગંભીર' કેટેગરીમાં પહોંચી ગઈ હતી. દિલ્હીમાં પ્રદૂષણમાં અસાધારણ વધારો થતાં રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલો બંધ કરવાનો, સરકારી વિભાગોમાં ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો હતો તેમ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું. દિલ્હીમાં સરેરાશ એર ક્વૉલિટી ઈન્ડેક્સ ૪૪૭ થયો હતો.