૮ ફ્રેન્ચાઇઝીઓના માલિક-થિન્ક ટેન્ક વચ્ચે ૭ કલાક સુધી જબરદસ્ત બ્રેઇનસ્ટ્રોમિંગ, દેશ-વિદેશના ૩૫૧ પ્લેયર્સની હરાજી, કુલ રૃપિયા ૯૧.૧૫ કરોડમાં ૬૬ પ્લેયર્સની ખરીદી. એક ટ્વેન્ટી૨૦ મુકાબલામાં જોવા મળે તેવો જ રોમાંચ આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૦ માટે યોજાયેલી પ્લેયર્સની હરાજીમાં જોવા મળ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે આ મુકાબલો પ્લેયર્સ નહીં પણ તેમને ખરીદવા માટે તલપાપડ માલિકો વચ્ચે હતો.