અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરતાં સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચૂકાદા પછી ઉત્તર પ્રદેશના ધારાસભ્યો, મેયરો, એસડીએમ સહિતના આઈએએસ અધિકારીઓએ પાણીના ભાવે જમીનો ખરીદી હતી અને ત્યાર પછી રામમંદિર ટ્રસ્ટને કરોડોના ભાવે વેચીને રામના નામે કરોડોનું કૌભાંડ આચર્યું હોવાના વિપક્ષના દાવાથી યોગી સરકાર ઘેરાઈ હતી. જોકે, આ અહેવાલો ઉજાગર થયા પછી યોગી સરકારે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો, પરંતુ સરકારના આ આદેશ અંગે અસંતોષ વ્યક્ત કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગણી કરી છે.