એટીએસની ટીમે દરોડો પાડી 2016માં રદ કરાયેલી 4 કરોડની જૂની લચણી નોટો સાથે 2 શખ્સને ઝડપી પાડયા હતા. અમદાવાદ એટીએસ ની બાતમી ના આધારે પંચમહાલ એસ ઓ જી પોલીસે મેદા પ્લોટ પાસે આવેલ ફારુક ઇશાક છોટા ની ટાયર ની દુકાનની બાજુમાં ઇન્ડિકા કારમાં ઈદરિશ સુલેમાન હયાત અને તેઓ પુત્ર જુબેર ઇદારીશ હયાત તથા ફારુક ઇશાક છોટા નાઓ મોટો વહીવટ કરી રહ્યા હોવાની બાતમી આધારે એસ ઓ જી પોલીસ અને બી ડિવિજન પોલીસ બાતમી વાળી જગ્યાએ રેડ પાડી હતી.
ઇન્ડિકા કારમાંથી ફારુક ઇશાક છોટા ને પોલીસે પકડી પડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2016 માં બંધ થયેલી જૂની ચલણી 1000 નોટોના ૫ બંડલ મળી આવ્યા હતા.પોલીસ ફારૂકની પુછપરછ કરીને ધંત્યા પ્લોટની મહંમદી સોસાયટીમાં ઈદરીશ હયાતના મકાનમાં છાપો માર્યો હતો.મકાનમાથી વર્ષ 2016માં રદ થયેલી જુની ચલણી નોટો જથ્થો મળી આવ્યો હતો. ઇદ્ગીશ સુલેમાન હયાત નાસી ગયો હતો.જયારે તેનો પુત્ર ઝુબેર ઇદ્ગીશ હયાત ને પકડી પાડયો હતો. સોસાયટીના મકાનમાં અને ઈન્ડીકા કારમાંથી રૂ.1000ના દરની નોટો 9312 તથા રૂ.500 ના દરની 76739 મળીને કુલ રૂ.4,76,81,509 સાથે ઝુબેર ઈદરીશ હયાત અને ફારૂક ઈશાકની ધરપકડ કરી હતી.
પોલીસે પકડેલી રદ કરેલી ભારતીય બનાવટ ચલણી નોટો ગણવા માટે બેંક અને ખાનગી જગ્યાએથી નોટો ગણવાના 9 મશીનો મંગાવ્યા હતા. રદ નોટો જૂની અને ચોંટેલી હોવાથી પોલીસને ગણતરી કરતા ભારે મુશ્કેલી પડી હતી.