યુંગાંડામાં યોજાયેલા કોમનવેલ્થ દેશોના સંસદીય સમ્મેલનમાં પાકિસ્તાને એક વાર ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી હતી. પાકે કાશ્મીરમાં ભારતીય જવાનોની ઉપસ્થિતિ પર સવાલ ઉઠાવ્યા. જોકે બેઠકમાં ઉપસ્થિત ભારતીય ડેલિગેશ તરફથી ભાજપ સાંસદ રૂપા ગાંગુલીએ પાકિસ્તાનના જુઠ્ઠા આરોપોનો જોરદાર જવાબ આપ્યો. તેમણે કહ્યું, અમારા ત્યાં હાલ પણ લોકો સૈનિક શાસનથી પરિચિત નથી...પણ પાકમાં સૈન્ય શાસન હંમેશાથી પ્રચલિત રહ્યું છે.