એક વર્ષ સુધી હિંસાનો ભોગ બનેલા મણિપુરમાં ફરી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. મણિપુરના જિરિબાન જિલ્લામાં ઉગ્રવાદીઓએ બે પોલીસ આઉટપોસ્ટ અને અનેક મકાનોને આગ લગાવી દીધી હતી. મોડી રાત્રે આ ઘટના બની હતી. મૈતેઇ સમાજના એક વૃદ્ધનો મૃતદેહ મળ્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી.