બોલિવૂડનાં ચર્ચિત એક્ટર મિલિંદ સોમને એક વીડિયોમાં જણાવ્યું કે, તેની પત્ની અંકિતા કુંવર ક્યારેક તેને પાપા કહીને પણ બોલાવે છે. આ એક પ્રમોશનલ વીડિયો છે. જેમાં અંકિતા અને મિલિંદ તેમનાં સોશિયલ મીડિયા પર લખેલી કમેન્ટ્સ વાચતા જોવા મળે છે. અને જે તે કમેન્ટ્સનો જવાબ પણ આપે છે.
જેમાં એકે કમેન્ટ કરી હતી કે, અંકિતાએ મિલિંદને પાપા કહેવો જોઇએ. જેનાં પર મિલિંદ હળવું હસે છે અને કહે છે કે, ક્યારેક ક્યારેક તે મને કહે છે. તેમની ઉંમરનાં તફાવત અંગે પણ વાત કરતાં મિલિંદ કહે છે કે તેનાં અને અંકિતા વચ્ચે 26 વર્ષનો ફરક છે. આ ફરક એટલો છે જેટલો મારા અને મારી માતાની ઉંમરની વચ્ચે છે.
એક્ટર મિલિંદ સોમનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં પત્ની અંકિતા કુંવરની સાથે તે વીડિયોમાં #FreeToLove કેમ્પેઇનનો ભાગ બન્યો છે. વીડિયોમાં મિલિંદ અને અંકિતા કરિઅર અને લાઇફ સાથે જોડાયેલાં પ્રશ્નોનાં જવાબ આપતા નજરે આવે છે.
મિલિંદ અને અંકિતા અંગે તેમની માતાનું શું કહેવું હતું તેનાં પર પણ તેઓ જવાબ આપે છે. અંકિતા કહે છે કે, મારી માતાને મિલિંદ મારા માટે ખુબજ ઘરડો લાગતો હતો. તો મિલિંદે કહ્યું કે, મને અંકિતાની દયા આવે છે.
મિલિંદ સોમના તેની ફિટનેસ પર ખુબજ ધ્યાન આપે છે. તે ભારતનો આયરન મેન રહી ચુક્યો છે.