દેશભરમાં કોરોનાની વેક્સીન મુકવાની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે AIIMSના ડાયરેક્ટર ડો.રણદીપસિંહ ગુલેરીયાનુ કહેવુ છે કે, કોરોનાની રસી મુકાયા બાદ વ્યક્તિને કોરોના વાયરસનુ સંક્રમણ લાગી શકે છે.
એક ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, વેક્સીન લાગ્યા બાદ કોઈએ એવુ વિચારવુ ના જોઈએ કે, મારામાં તરત જ રોગ પ્રતિકારક શક્તિ વિકસી જશે.આવામાં માસ્ક પહેરવાનુ, સતત હાથ ધોવાનુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનુ ચાલુ રાખવુ જોઈએ.આ તમામ વસ્તુઓની સાવધાની રાખવી જોઈએ.કારણકે રસીના બે ડોઝ લીધા બાદ બે સપ્તાહ પછી પૂરી રીતે ઈમ્યુનિટી શરીરમાં બનતી હોય છે.